મોરબી: મોરબીના સિરામિક પ્લાઝાની સામે કોઈ અજાણ્યા શખ્શો દ્વારા મસમોટો માટીનો ઢગલો કરી દેવામાં આવતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સિરામીક પ્લાઝાની સામે મુખ્ય માર્ગ પર જ્યાં રોજહજારો નાના મોટા વાહનોની અવર જવર રહેતી હોય છે.ત્યાં રોડ ઉપર આજે કોઈએ માટીનો મોટો ઢગલો કરી દીધો છે. આ માટીનો ઢગલો મોટી મુસીબત ઊભી કરી રહ્યો છે.એટલું જ નહીં અકસ્માત થવાની પણ પૂરેપૂરી શક્યતા છે.ત્યારે આ માટીનો ઢગલો વહેલી તકે હટાવી દેવા જરૂરી બન્યો છે.