ટંકારા ; જીપીએસસી દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) વર્ગ-2ની પરીક્ષા પાસ કરીને ટંકારાના યુવાન મિલન કુમાર હરણીયાએ પરિવાર અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં જીપીએસસી દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે લેવાયેલી આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) વર્ગ-2ની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ટંકારા તાલુકાના નેકનામ ગામના યુવાન મિલનકુમાર શામજીભાઈ હરણીયાએ બીજો ક્રમ મેળવીને સમગ્ર મોરબી જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યું છે. આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) વર્ગ-2ની પરીક્ષા પાસ કરવા બદલ મિલનકુમાર હરણીયાને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.