મોરબી : મોરબીના જેતપર મચ્છુ ગામે ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે અમૃતિયા મનસુખભાઈ હિરજીભાઈની વરણી કરવામાં આવી છે. મોરબીના જેતપર મચ્છુ ગામે નવા ચૂંટાયેલા સરપંચ સહીત ગ્રામ પંચાયત બોડી એ કાર્યભાર સંભાળ્યો હતો. જેમાં ઉપસરપંચ તરીકે અમૃતિયા મનસુખભાઈ હિરજીભાઈની વરણી થતા ભારતીય જનતા પાર્ટીના આગેવાન અમૃતિયા ગોરધનભાઈ કાનજીભાઈ અને જેતપર ગ્રામ પંચાયતના સરપંચ ગોચીયા જેઠાભાઈ હરજીભાઈ એ અભિનંદન પાઠવ્યા હતા.