હળવદના ચીફ ઓફિસર મોરબી મુકાયા : વાંકાનેરમાં પણ ચીફ ઓફિસરની ખાલી જગ્યાએ પોસ્ટિંગ મોરબી : મોરબી- હળવદના ચીફ ઓફિસરની બદલી થઈ છે. જો કે હળવદના ચીફ ઓફિસરને જ મોરબીમાં મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ વાંકાનેરમાં ઘણા સમયથી ખાલી રહેલી ચીફ ઓફિસરની જગ્યાએ પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજે 50 ચીફ ઓફિસરોની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની રાજુલામાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે હળવદના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બદલી કરી તેઓને મોરબી ચીફ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે હળવદના ચીફ ઓફિસર તરીકે પાટણના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર તરીકે પાટણની ચાણસમાં પાલિકાના તેજલબેન મૂંધવાને મુકવામાં આવ્યા છે.