મોરબી : શહેરના શોભેશ્વર મંદિરની નજીક માંસાહારનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય જે બંધ કરાવવા મહંત દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવ્યું છે કે શોભેશ્વર મંદિર નજીક આશરે ૫૦૦ મીટરની જગ્યામાં માંસાહારની દુકાન તાજેતરમાં ખુલી છે.તે દરરોજ બપોરે ૪ થી ૯ વાગ્યા સુધી ધમધમે છે.મંદિરે આસપાસની સોસાયટીના અનેક લોકો આવે છે. ત્યારે માંસાહારના ખુલ્લેઆમ વેચાણથી દર્શનાર્થીઓની ધાર્મિક લાગણી દુભાય છે.આથી વહેલામાં વહેલી તકે આ માસાહારની દુકાન બંધ કરાવવા મહંત જીગ્નેશપરી ગોસાઈ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઇ છે.