મોરબી : બેલા ગામ પાસે પીપળી રોડ નજીક પથ્થરોના મસમોટા ઢગલાથી વાહનચાલકોને મહામુશ્કેલી થઈ રહી છે. પીપળી રોડ પરના બેલા ગામ નજીક અજાણ્યા શખ્સોએ રસ્તાની બાજુમાં મસમોટા પથ્થરોના ઢગલા કરી દેતા વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.એટલું જ નહીં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.ત્યારે વહેલામાં વહેલી તકે આ પથ્થરોના ઢગલા હટાવવામાં આવે એવી મુસાફરોની, વાહનચાલકોની લાગણી અને માગણી છે.