અત્યાર સુધીમાં ૫ કેમ્પમા કુલ ૧૭૯૯ લોકોએ લાભ લીધો તેમજ ૮૩૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા મોરબી : સમગ્ર ગુજરાતની નંબર વન આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આગામી તા.4 ના રોજ સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જલારામ મંદિર મોરબી ખાતે દર મહિનાની 4 તારીખે નેત્રયજ્ઞ યોજવામાં આવે છે જે અન્વયે આગામી તા.4ને શુક્રવારના રોજ સવારે 9 થી 1 દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દી ઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાઇ રહ્યો છે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી - ૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા- ૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા- ૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત પાંચમાસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૭૯૯ લોકોએ લાભ લીધો હતો તેમજ ૮૩૬ લોકોના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.