મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ખોટા ભપકાદાર લગ્નના આયોજન બંધ કરી તમામ સમાજને ઘડિયા લગ્ન કરવા અપીલ કરી લગ્નનો જમણવાર ખર્ચ ઉપાડવા અને પોતાના નિવાસ સ્થાને વિનામૂલ્યે સેવા આપવા અનુરોધ કરતા મોરબી દરજી સમાજના પરિવાર દ્વારા ઘડિયા લગ્ન યોજવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરી સાદગી પૂર્વક ઘડિયા લગ્નપ્રસંગ યોજવા સંદેશ આપનાર મોરબી પાટીદાર સમાજની પહેલ રંગ લાવી રહી છે જે અંતર્ગત મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને આ વિચારધારામાં માનનારા લોકો માટે ઉત્સાહપ્રેરક જાહેરાત કરી હતી. કાંતિભાઈ અમૃતિયાના ઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને જે કોઈ સમાજ ઘડિયા (ત્વરિત) લગ્નનું આયોજન કરશે તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવા જાહેર કરાયું હતું. જે સંદર્ભે મોરબી દરજી જ્ઞાતિના વર -કન્યા પક્ષ દ્વારા તેમના નિવાસે ઘડિયા લગ્ન યોજ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તેમજ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ વેલજીભાઈ બોસ (બોસ સીરામીક) તથા દરજી સમાજના પ્રમુખ ઉપસ્થિત રહી વર-વધુને આશીર્વાદ આપ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..