'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં જયસુખભાઈ પટેલ સ્પષ્ટપણે જણાવે છે કે ગામડાંઓના ઉદ્ધાર વગર આપણી પાસે સુખાકારીને રસ્તો નથી! સરકાર થોડો વિશેષ રસ લે અને થોડી નક્કર સુવિધા આપે તો ગામડાં નંદનવન બની શકે તેમ છે : જયસુખભાઈ પટેલની ટકોર મોરબી : 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં સ્પષ્ટપણે જયસુખભાઈ પટેલ જણાવે છે કે ગામડાંઓના ઉદ્ધાર વગર આપણી પાસે સુખાકારીને રસ્તો નથી! સાથે જયસુખભાઈ પટેલ સરકારને ટકોર પણ કરે છે કે સરકાર થોડો વિશેષ રસ લે અને થોડી નક્કર સુવિધા આપે તો ગામડાં 'નંદનવન' બની શકે તેમ છે. તેમજ સૂચન પણ આપે છે કે ભાંગતા જતાં ગામડાંઓમાં રોજગારી સર્જન કરી શહેર તરફની હિજરત અટકાવી શકાય તેમ છે. ગામડાંઓ ભારતવર્ષનો આત્મા છે. ભારતનાં સાત લાખથી વધુ ગામડાંઓમાં દેશની વસ્તીના 75 ટકાથી વધુ ખેડૂતો વસે છે. જગતના તાત તરીકે ઓળખાતાં ખેડૂતો ખેતરમાં ટાઢ, તડકો અને વરસાદ વચ્ચે કાળી મજૂરી કરી શાકભાજી, અનાજ, કઠોળ, કપાસ પેદા કરીને શહેરીજનોની જરૂરતો પૂર્ણ કરે છે. છતાં આજે ભારતમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે દિવસે ને દિવસે 'ગાંમડાઓ' ભાંગતા જાય છે, વસ્તી ઓછી થતી જાય છે. અને લોકો 'શહેરો' તરફ હિજરત કરતા જાય છે અને 'શહેરો' વસ્તીથી ભરાઈને ખદબદે છે. શહેરોમાં લોકો વધે છે એટલે નવી 'વસ્તી'ના કારણે ડેવલપ કરેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પણ ટૂંકા અને બીનઅસરકારક સાબિત થાય છે. જેમ કે લાઈટ, રોડ, પાણી, ડેનેજ, ટ્રાફિક જામ, સફાઈ, પાર્કિંગ, જમીન, મકાન જેવા અનેક 'પ્રશ્નો' સર્જાય છે. આ કારણે આપણા દેશનો સૌથી મોટો સળગતો પ્રશ્ન એ બની ગયો છે કે, આપણે 'ગામડાંઓ'ને ભાંગતા કઈ રીતે અટકાવી શકીએ? આ પ્રશ્નના ઉકેલ સાથેની વિસ્તૃત ચર્ચા 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં કરવામાં આવી છે. મોરબી સ્થિત અજંતા-ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલના વિચાર પ્રમાણે જેમ જેમ ખેતી માટેની જમીનો નાની થતી જાય છે તેમ તેમ ખેતી માટે નવી ટેકનોલોજી વાપરીને વધારે ઉપજ કઈ રીતે લઈ શકાય તે માટે પ્રયાસો કરવા જોઈએ. ઓછી જમીનમાં વધારે 'ઉપજ' લેવા માટે આધુનિક બિયારણો, જમીનના પ્રકારો મુજબના પાકો, સિંચાઈની માઈક્રો ઈરિગેશન, ડ્રોપિંગ ઇરિગેશન, સ્પીંકલર્સ, ડ્રાય ઈરીગેશન જેવી નવી પધ્ધતિઓ, જમીનના પ્રકાર મુજબના બિયારણો અને જમીનના પ્રકાર મુજબના રસાયણિક ખાતરો, જમીનની ચકાસણી, જમીનને કેવો પાક અનુકૂળ અને એ વિસ્તારના 'હવામાન' મુજબ પાકો, પાકનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેના માર્ગદર્શન વગેરે આધુનિક પદ્ધતિથી ખેડૂતોને આપવામાં આવે અને એ માટેની મદદ, અનુકૂળ વાતાવરણ વગેરે સાથે તૈયાર પાકને રાખવા માટેના ઈન્ટ્રાકટચર્સ જેવા કે, વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ વેગેર ફેસેલિટી ડેવલપ કરવામાં આવે તો ખેડૂતોને તેની ઉપજના પૂરતા ભાવ મળી શકે તો લોકો 'ખેતીને' વ્યવસાય તરીકે ઉમળકાથી અપનાવશે. ગ્રામ્ય વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન છે 'રોજગારી'નો. રોજગારી વધે તો જ ગામડાંઓ ભાંગતા અટકે. જયસુખભાઈ પટેલની દ્રષ્ટિએ રોજગારી વધારવા માટેની પ્રથમ જરૂરિયાત ખેત ઉપજમાં 'વેલ્યૂ એડિશન' છે. આપણા દેશમાં ખેડૂતો કયારેય પોતાની ખેત ઉપજને વેલ્યૂ એડિશન કરી શકતાં નથી. જો આપણે ગ્રામ્ય વિસ્તારની શહેરો સાથેની કનેકટીવિટી, 24 કલાક વિજળી, પૂરતું પાણી તેમજ રોડની સુવિધા આપીએ તો 'ખેત ઉપજ'માં સરળતાથી 'વેલ્યૂ એડિશન' થઈ શકે. આપણે ભારતમાં થતી દરેક પ્રકારની 'ખેત ઉપજ'ની 'વેલ્યૂ એડિશન' કરાવી શકીએ તો નવા રોજગાર તેમજ નવી આવક ઉભી કરી શકીએ અને ગાંમડાઓ 'ભાંગતા' અટકાવી શકીએ! આ વાત જયસુખભાઈ પટેલ એ 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં ઉદાહરણ સાથે સરળ રીતે સમજાવી છે. તો પુસ્તકના પાના ઉથલાવીને ધરતીપુત્રો અને વેપારીઓ ઉત્પાદનમાં વેલ્યૂ એડિશન કરી આવક વધારી શકશે. જયસુખભાઈ પટેલ લેખના અંતે એક હકીકત જણાવતા કહે છે કે આજે દેશમાં 'એગ્રીકલ્ચર' ક્ષેત્રમાં એક નિરાશા, હતાશા, મફત લેવાની વૃતિ અને સરકાર તરફ અપેક્ષાઓ દિવસે ને દિવસે વધતી જાય છે અને 'એગ્રીકલ્ચર' સાથે સંકળાયેલા લોકોમાં ભિખારી જેવી માનસિકતા વધતી જાય છે અને મોરલ, કોન્ફિડન્સ ઘટતાં જાય છે. આવી પરિસ્થિતિમાં આટલી મોટી વસ્તીને રોજગાર ફકત ને ફકત એગ્રીકલ્ચર અને સ્મોલ કુટીર ઈન્ડસ્ટ્રીઝથી જ આપી શકાય. આપણા દેશની પોલિસી હંમેશા મોટા ઉદ્યોગ અને મોટું રોકાણને ફેવર કરનારી રહી છે, જયાં 'રોજગારી'નું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આપણી 'પોલિસી' વધારેમાં વધારે લોકોને 'રોજગાર' આપતાં 'એગ્રીકલ્ચર' તથા 'સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ'ને પ્રોત્સાહન મળે અને 'ફેવર' કરે તેવી હોવી જોઈએ તો જ આપણે 'ગામડાંઓ' ભાંગતા બચાવી શકીશું! મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..