જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષાકવચ અપાયું મોરબી : મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા આજે રવિવારના રોજ માધાપરના ઝાપે શાકમાર્કેટમાં માસ્ક વિતરણ કરવામાં આવેલ હતું. જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષાકવચ અપાયું હતું. મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલની આગેવાનીમાં મોરબી શહેર કોગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ કાવર, રમેશભાઈ રબારી, મહેશ રાજ્યગુરૂ, રવજી ભાઈ સોલકી, અશ્વિનભાઈ વિડજા, જે. જે.પારેખ, ચંદ્રેશ પરમાર, રાજુભાઈ ચોહાણ. ગિરિશભાઈ ઘેલાણીવગેરે કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહી ૧૫૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું અને લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સમજાવવા આવ્યા હતા. તેમ મોરબી શહેર જિલ્લા કોગ્રેસની યાદી જણાવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..