બજેટમાં ઇન્ડસ્ટ્રીયલ ગેસને જીએસટીમાં સમાવવાની મોરબીના સીરામીક ઉધોગની માંગણી કાર્ગો સાથેનો કન્ટેનર ડેપો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને એક્સપોર્ટમાં સિરામકના ડાઉન માર્કેટ સામે સરકાર પ્રોત્સાહક નીતિ જાહેર કરે તેવી ઉંઘીગકારોની અપેક્ષા મોરબી : દેશ જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત મોરબીના સીરામીક ઉધોગને હાલની ભયંકર મંદીમાંથી ઉગારવા માટે સરકારની સરકાર પ્રોત્સાહક નીતિ રૂપી બુસ્ટર ડોઝની તાતી જરૂરિયાત છે. આગામી સમયમાં કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે. આથી આ બજેટમાં સીરામીક ઉધોગ દેશ અને ખાસ તો ચાઈના સામેની હરીફાઈમાં ટક્કર ઝીલી શકે એ માટે સરકાર તરફથી ખાસ અનેક રાહતલક્ષી જોગવાઈની અપેક્ષા છે. બજેટમાં ઇન્ડસ્ટ્રીયલ ગેસને જીએસટીમાં સમાવવાની સીરામીક ઉધોગની મુખ્ય માંગણી છે. આ ઉપરાંત કાર્ગો સાથેનો કન્ટેનર ડેપો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને એક્સપોર્ટમાં સિરામકના ડાઉન માર્કેટ સામે સરકાર પ્રોત્સાહક નીતિ જાહેર કરે તેવી ઉંઘીગકારોની અપેક્ષા વ્યક્ત કરી છે. મોરબીના સીરામીક એસો. ના પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ આગામી કેન્દ્રીય બજેટમાં પોતાની અપેક્ષાઓ જાહેર કરતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં સીરામીક ઉધોગની માઠી દશા છે. સીરામીક ઉધોગમાં મુખ્ય ઈંધણ તરીકે વપરાતા નેચરલ ગેસમાં છેલ્લા એક વર્ષમાં સતત એટલા બધા ભાવવધારા થયા કે અનેક સીરામીક એકમોને તાળાં મારવા પડે એવી નોબત આવી છે. આ ઉપરાંત ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટમાં પણ સીરામીક ઉધોગનું માર્કેટ ડાઉન થઈ ગયું છે. એટલે ચોમેરથી સીરામીક ઉધોગ મુશ્કેલીઓથી ઘેરાઈ ગયો છે. આ વૈશ્વિક સીરામીક ઉધોગને ટકાવી રાખવા આગામી બજેટમાં સરકારની રાહતલક્ષી સ્કીમની તાતી જરૂરિયાત છે. સીરામીક ઉધોગને નેચરલ ગેસમાં સતત ભાવવધારનો પ્રશ્ન ખૂબ જ સતાવી રહ્યો છે આમ ને આમ ભાવવધારો થતો રહેશે તો સીરામીક ઉધોગનું નામું નંખાઈ જશે. આથી આવી સ્થિતિ પેદા ન થાય એ માટે આગામી બજેટમાં નેચરલ ગેસને જીએસટીના દાયરામાં સમાવવાની મુખ્ય માંગ છે. આ ઉપરાંત ઇન્કમટેક્સમાં રાહતલક્ષી સ્કીમ તેમજ રોડ, પાણી સહિતની ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ અને સીરામીક ઉંઘીગકારોને કન્ટેનર ભાડાંથી પડતી હાલાકી દૂર કરવા મોરબીમાં જ કન્ટેનર ડેપો સ્થપાઈ તે માટે સરકાર યોગ્ય જોગવાઈ કરે તેવી અપેક્ષા છે. સીરામીક ઉધોગ જેટલું ટર્ન ઓવર કરે છે એની સામે એકાદ બે ટકા સુવિધાઓ આપે તે જરૂરી છે. કરોડો રૂપિયાના ટેક્સ ચૂકવતા સીરામીક ઉધોગ માટે નવી એક્સપોર્ટ નીતિની પણ ખૂબ આવશ્યકતા છે. સીરામીક ઉધોગને વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે જે ટાઇલ્સ આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચે ત્યારે તેની કોસ્ટ વધી જતી હોય એ બેલેન્સ જાળવી રાખવા માટે સરકાર યોગ્ય નીતિ જાહેર કરે તો સીરામીક ઉધોગનું એક્સપોર્ટ ઘણુ ઊંચું આવે એમ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..