એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ દ્વારા સગીરાને શોધી કઢાઈ મોરબી : મોરબી પીપળીયા ચાર રસ્તા નજીકથી મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ દ્વારા રાજકોટથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરા સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ દ્વારા પીપળીયા ચાર રસ્તા નજીકથી બાતમીને આધારે મૂળ ફડસર અને હાલમાં મોરબી નાની વાવડી કબીર આશ્રમ પાસે રહેતા જયેશ બચુભાઇ ગોગરા નામના આરોપી અને સગીરા મળી આવતા આરોપીને પકડી પાડી પૂછપરછ કરતા ચારેક માસ પૂર્વે રાજકોટથી સગીરાનું અપહરણ કર્યાનું સામે આવ્યું હતું. આ કેસમાં આરોપીની ધરપકડ બાકી હોય રાજકોટ બી ડીવીઝન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા, ASI રજનીકાતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમાં પ્રરાક્રમસિંહ, બકુલભાઇ કાસુન્દ્રા વગેરે દ્વારા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..