રેલવે ઇલેક્ટ્રિક કોન્ટ્રાકટરના કર્મચારીના મકાનમાંથી વાયરચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખતી પોલીસ મોરબી : મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રેલવે કોન્ટ્રાક્ટરના રહેણાંક મકાનમાં રાખેલો 1.37 લાખનો કોપર વાયર ચોરી થઈ જતા બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી ત્રણ તસ્કરોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી રોહિદાસપરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રેલેવ કોન્ટ્રાકટર કર્મચારી સુરેશચંદ્ર શ્રીભવાનીપ્રસાદ મિશ્રાના ભાડાના મકાનમાંથી બારીના કાચ તોડી 1.37 લાખના કોપર વાયરની ચોરી થતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બીજી તરફ પોલીસે ફરિયાદ નોંધાયા બાદ ઝીણવટભરી તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી હરેશભાઇ જગદીશભાઇ સારેસા, મુકેશભાઇ ઉર્ફે ખાટો હીરાભાઇ ચાવડા, રહે.બન્ને રોહીદાસપરા અને રજાકભાઇ લતીફભાઇ કચ્છી, રહે.કાંતીનગર વાળાને ઝડપી લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..