વોર્ડ નં. ૧૧ માં સી.સી. રોડ અને વોર્ડ નં. ૧૩ના પેવર બ્લોકનું કામ કરાશે મોરબી : મોરબીમાં અંદાજે ૨.૮૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રોડના કામોનું ખાતમૂહુર્ત રાજયમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેથી વોર્ડ નં. ૧૧ માં સી.સી. રોડ અને વોર્ડ નં. ૧૩ના પેવર બ્લોકનું કામ હાથ કરાશે. આ તકે મોરબીના સમતોલ વિકાસ માટે સરકારની પ્રણાલી રહી હોવાનું મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું. મોરબી નગરપાલિકા હસ્તકના વોર્ડ નં. ૧૧ અને વોડ નં. ૧૩ના દલિત વાસમાં સી.સી. રોડ અને પેવર બ્લોકના અંદાજે ૨ કરોડ ૮૦ લાખ રૂપિયાના કામોનું ખાતમૂહુર્ત પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે શનિવારે મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના તમામ વિસ્તારોનો સમતોલ વિકાસ કરવા માટેની પ્રણાલી મુજબ આગળ વધી રહ્યા છીએ. મોરબીનો સમતોલ વિકાસ ના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે ત્યારે શહેરના નટરાજ ફાટકના ઓવરબ્રિજ બનશે જેથી ટ્રાફીકની સમસ્યાનું સમાધાન થશે. આ કામો અંતર્ગત વોર્ડ નં. ૧૧ના વિસ્તારમાં પેવર બ્લોકનું કામ અંદાજે ૭૮ લાખ રૂપિયાના ખર્ચે જ્યારે ગોકુળનગર મેઇન રોડ પર સી.સી. રોડ તથા રોડ ડિવાઇડરનું કામ અંદાજે ૨ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, પ્રાંત અધિકારી ડી.એ ઝાલા, ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા,નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનો સદસ્યો અગ્રણીઓ સહિત સ્થાનિક હોદ્દેદારો તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..