મોરબી : મોરબી તાલુકાના ભરતનગરના યુવક આરટીઓ ઇન્સપેકટરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી છઠ્ઠા રેન્ક સાથે ઉતિર્ણ થતા ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે. ભરતનગર ગામમાં રહેતા કિશોરભાઈ વલ્લભભાઈ રાવલના પુત્ર રવિભાઈ રાવલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી આરટીઓ ઇન્સપેકટર (assistant inspector of motor vehicle)ની પરીક્ષા સમગ્ર રાજ્યમાંથી છઠ્ઠા ક્રમે પાસ કરી મોરબી અને ભરતનગર ગામનું નામ રોશન કર્યું છે.જે બદલ તેઓને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.