મોરબી: ચકમપર ગ્રામ પંચાયતમાં અવનીબેન કાલરીયાએ આજરોજ સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. સાથે ઉપસરપંચની પણ બિનહરીફ વરણી થવા પામી હતી. ચકમપર ગ્રામ પંચાયતમાં અવનીબેન રવિભાઈ કાલરીયાએ આજરોજ સરપંચ તરીકેનો પદભાર સંભાળ્યો છે. તો સાથે ઉપસરપંચ તરીકે વિજયાબેન ધનજીભાઈ ભડાણિયાની બિનહરીફ વરણી થવા પામી છે.સરપંચ તથા ઉપસરપંચે ચૂંટાયેલા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને ચકમપર ગ્રામ પંચાયતના નવ નિયુક્ત સભ્યો તરીકે પદભાર સંભાળ્યા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.