મોરબી : મોરબી- હળવદ વચ્ચે રૂ. 190 કરોડના ખર્ચે ફોરલેન રોડનું નિર્માણ થવાનું છે. આ કામ વહેલી તકે શરૂ કરવા માટે રાજ્ય મંત્રી તથા મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તંત્રને આદેશ આપ્યા છે. મંત્રી બ્રિજેશ મેરજાએ આ અંગે જણાવ્યું કે મોરબી- હળવદ રોડને ચાર માર્ગીય કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 190 કરોડના ખર્ચે તાંત્રિક મંજૂરી આપવામાં આવેલ છે. જેનું ટૂંક સમયમાં કામ ચાલુ થશે. જેનો લાભ મોરબી- હળવદની જનતાને મળશે.