મોરબી: મોરબી જિલ્લાના માળીયા(મિ.)તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખની આજરોજ સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. માળીયા તાલુકાના રાસંગપર ગામના વતની મહેશભાઈ અવચરભાઈ સનારીયાની માળિયા તાલુકા 'આપ'ના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.આ નિમણૂંક બદલ તેઓને 'આપ'ના આગેવાનો,કાર્યકરો તરફથી શુભકામનાઓ મળી રહી છે.