જિલ્લામાં 206 દર્દીઓ સાજા થયા : 5 તાલુકાના મથકોમાં 90 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 76 કેસ મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 166 કેસ સામે આવ્યા છે. સામે સારા સમાચાર પણ આવ્યા છે જિલ્લાના 206 દર્દીઓએ આજે કોરોનાને હરાવ્યો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1508 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 166 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 5 તાલુકા મથકોમાં 90 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 76 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક સતત બીજા દિવસે ઘટીને 1537 થયો છે. 27 જાન્યુઆરી, ગુરુવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 43 મોરબી શહેર : 75 વાંકાનેર ગ્રામ્ય : 08 વાંકાનેર શહેર : 10 હળવદ ગ્રામ્ય : 07 હળવદ શહેર : 05 ટંકારા ગ્રામ્ય : 08 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 10 માળિયા શહેર : 00 કુલ : 166 27 જાન્યુઆરી, ગુરુવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 156 વાંકાનેર તાલુકા : 13 હળવદ તાલુકા : 12 ટંકારા તાલુકા : 18 માળિયા તાલુકા : 07 કુલ ડિસ્ચાર્જ : 206