ખેતીવાડી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદન અપાયું મોરબી : મોરબી જિલ્લાના વિતરણ અધિકારી (ખેતી વિભાગ અને સહકાર વિભાગ) દ્વારા ગ્રેડ પે તેમજ પગાર વિસંગતતા બાબતે આજરોજ જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદન અપાયું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે વિસ્તરણ અધિકારી – ખેતી અને વિસ્તરણ અધિકારી – સહકારની ભરતી અનુક્રમે બી.આર.એસ.(એગ્રી.) , બી.એસ.સી. (એગ્રી.) , એમ. એસ. સી. (એગ્રી.) તેમજ આંકડા મદદનીશ કે જેઓ મુખ્ય વિષય આંકડાશાસ્ત્ર/ગણિત/અર્થશાસ્ત્ર સાથે સ્નાતક હોય તેને જ ઉમેદવાર તરીકે લેવાના હોય જેથી તેઓની કેડર પણ ટેકનીકલ ગણવામાં આવે તેમજ વિસ્તરણ અધિકારી – ખેતી અને વિસ્તરણ અધિકારી – સહકાર તથા આંકડા મદદનીશ ટેકનીકલ કેડર હોઈ જેમને 4200 ગ્રેડ પે માં સમાવવા રજુઆત કરી હતી. આ ઉપરાંત નાયબ ચિટનીશની જગ્યા માટે કોઈપણ સ્નાતક ઉમેદવારને લેવામાં આવતા હોવા છતાં તેમને ટેકનીકલ કેડર ગણી 4200 ગ્રેડ પે આપવામાં આવે છે તદુપરાંત વિસ્તરણ અધિકારી સંવર્ગ/નાયબ ચીટનીશ સહિત તમામને વિકાસ સેવા વર્ગ 2માં પ્રમોશન આપવામાં આવે છે.અને તમામ ઉમેદવારોને એકજ પરીક્ષા આપવાની હોય એકજ ફીડર કેડરમાં અલગ અલગ ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવા માટે વિસ્તરણ અધિકારી – ખેતી અને સહકાર તેમજ આંકડા મદદનીશને ટેકનીકલ કેડર ગણી ૪૨૦૦ ગ્રેડ પે આપવા માટે મોરબી જીલ્લા વિસ્તરણ અધિકારી (ખેતી વિભાગ અને સહકાર વિભાગ) દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.