મોરબી : મોરબીના અદેપર પ્રાથમિક શાળામાં ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત રહેલા ગામના યુવા સરપંચ દ્વારા જર્જરિત શાળાને રિપેર કરાવાની જવાબદારી લીધી હતી. અદેપર પ્રાથમિક શાળા ખાતે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના કાર્યક્રમમાં અદેપર ગ્રામપંચાયતના સરપંચ જનકસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જર્જરિત શાળાના રીપેરીંગ અને શાળાને રંગ રોગાળ કરી આપવાની ખાતરી આપી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..