ગામના સરપંચ અને SMCના અધ્યક્ષે શાળામાં ટેલિવિઝન દાન કર્યુ અમરનગર : રોટરી ગ્રામ(અ.)પ્રા.શાળામાં 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ગામમાં વધુ ભણેલ દીકરી પાંચોટીયા સ્નેહા રાજેશભાઈના હાથે ધ્વજારોહણ કરવામાં આવેલ હતું.તથા અમરનગરના સરપંચ અને SMCના અધ્યક્ષે શાળામાં ટેલિવિઝન દાન કર્યુ હતું. રોટરી ગ્રામ(અ.)પ્રા.શાળામાં 73માં ગણતંત્ર દિવસની ઉજવણી સરકારની ગાઇડ લાઈન મુજબ કરવામાં આવી હતી.જેમાં ધ્વજવંદન ગામમાં વધુ ભણેલ દીકરી પાંચોટીયા સ્નેહા રાજેશભાઈના હાથે કરવામાં આવેલ હતું.આ તકે અમરનગર ગ્રામ પંચાયતના નવા બનેલા સરપંચ છત્રોલા રવિ ગુણવંતભાઈ અને SMCના અધ્યક્ષ પાંચોટિયા હર્ષદ નવીનભાઈએ ખાસ હાજરી આપી પોતાની રાષ્ટ્રીય જવાબદારી નિભાવી હતી.આ તકે શાળાની ભૌતિક સુવિધામાં વધારો થાય અને બાળકોને ટેકનોલોજીના માધ્યમથી સારું શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી બંને મિત્રોએ ઉત્તમ કક્ષાનું ટેલિવિઝન જેની કિંમત રુપિયા 25 હજારની થાય છે. તે શાળાને દાનમાં આપી પ્રેરણાદાયી કાર્ય કરી સમાજને નવો રાહ બતાવ્યો હતો.આ તકે શાળાના આચાર્ય સરડવા મણિલાલભાઈ વાલજીભાઈ તરફથી બંને મિત્રોને અભિનંદન આપ્યા હતા.હાજર રહેલ બધા ગ્રામજનોનો આભાર માનવામાં આવ્યો હતો.