મોરબી : મોરબીમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.તથા રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ NCCના કેડેટને શીલ્ડ આપી બિરદાવામાં આવ્યા હતા. મોરબીમાં રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ કોલેજો તેમજ સ્કૂલ પરિવારના તમામ સભ્યો,વિદ્યાર્થીઓ તથા NCCના કેડેટ તેમજ સંચાલકગણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા. 73માં ગણતંત્ર દિવસના ઉપલક્ષ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણતંત્ર દિવસનું ધ્વજારોહણ આર્ટસ કૉલેજના પ્રિન્સીપાલ દંગી દ્વારા કરવામાં આવેલ હતું.આ પર્વમાં સોસાયટીના સેક્રેટરી રજનીભાઇ તેમજ દેવાંગભાઈના વરદ હસ્તે NCCના કેડેટને રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ NCCના કેડેટને શીલ્ડ આપી બિરદાવામાં આવ્યા હતા.તથા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ NCCના કેપ્ટન શર્માને સર્વે ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.