મોરબી : મોરબીનું કોહિનુર બેન્ડ અનન્ય દેશભક્તિ માટે પ્રખ્યાત બન્યું છે. કોહિનુર બેન્ડની ટીમ છેલ્લી ચાર પેઢીથી અદભૂત માનવ સેવા આપી રહ્યું છે.એટલે કે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હોય કે પછી નગરપાલિકા કચેરી જ્યાં ધ્વજ વંદન કાર્યક્રમ હોય ત્યાં બેન્ડની સુરાવલીમાં રાષ્ટ્રગાન વગાડી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગી દે છે.આ ગ્રુપ રાષ્ટ્રીય તહેવારોમાં આ પ્રકારની માનદ સેવા છેલ્લાં ૭૩ વર્ષથી એટલે કે દેશને આઝાદી મળી ત્યારથી કરી રહ્યું છે.જે બદલ બહોળી લોકચાહના પણ મેળવી છે.