ટંકારા : મોરબી જીલ્લાના વતની ડીવાયએસપી કે.ટી.કામરીયાનું નાયબ પોલીસ અધિક્ષક,સ્ટેટ મોનિટરીંગ સેલમાં ડીજીપી કચેરી, ગાંધીનગર ખાતે નિમણૂક થઇ છે. ઉલ્લેખનીય છે કે કે.ટી.કામરીયાને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પોલીસ મેડલ તેમજ વિશિષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરબી જીલ્લા તેમજ ટંકારા તાલુકાનું નામ રોશન કરનાર હડમતિયા ગામના ખેડૂત પુત્ર અને ઉચ્ચ પોલિસ અધિકારીઓમાં સ્વચ્છ છબી ધરાવતા તેમજ માદરે વતન મોરબી જીલ્લાનું નામ ગુંજતું કરનાર કર્મનિષ્ઠ કે.ટી.કામરીયાને ડીજીપી કચેરી ગાંધીનગરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગ્રામ્ય સાણંદ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક કે.ટી.કામરીયાને ભારતના મહામહિમ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવા બદલ પોલીસ મેડલ તેમજ વિશિષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ વિભાગમા સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કે.ટી કામરીયાને નાયબ પોલીસ અધિક્ષક,સ્ટેટ મોનિટરીંગ સેલમાં ડીજીપી કચેરી, ગાંધીનગર ખાતે નિમણૂક કરવામાં આવ્યા છે.જે બદલ મોરબી જીલ્લામાં તેમજ હડમતિયામાં ખુશીની લહેર જોવા મળેલ હતી.તેઓ રાજ્યમાં ઉત્કૃષ્ટ સેવા આપતા રહે અને હડમતિયા ગામનું નામ રોશન કરતા રહે તેવી ગામલોકોએ શુભેચ્છા પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..