મોરબી : મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળની શહેરની ટિમ દ્વારા ગણતંત્ર દિવસ નિમિતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી, 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. તેથી, દર વર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસનો રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળની જિલ્લા ટિમના માર્ગદર્શન હેઠળ મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ શહેરની ટિમ દ્વારા પ્રજાસત્તાક દિન પર ધ્વજવંદનનો કાર્યક્રમ શિવાજી સર્કલ, જેઈલ ચોક ખાતે સવારે ૯:૩૦ કલાકે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ જોડાયા હતા.