મોરબી : મોરબી ઉપર જ્યારે જ્યારે મુસીબતો આવી છે ત્યારે ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા આગળ આવીને સહાયનો ધોધ વર્ષાવ્યો છે. સમાજ માટે અનેક કાર્યો કરી રહ્યા છે.સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાએ થોડા સમય પહેલા જ શૈક્ષણિક સુવિધા માટે રૂ.11 લાખના અનુદાનની જાહેરાત કરી હતી. તથા અન્ય ઉદ્યોગપતિઓને પણ આગળ આવવાની લાગણીસભર હાંકલ કરી છે.સમાજમાં શિક્ષણનું સ્તર વધે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે તેવા ભામશા ગોવિદભાઈ વરમોરાનો આજે જન્મદિવસ છે. ગોવિંદભાઈ અનેક સંસ્થામાં વિવિધ પદ ધરાવે છે.જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં પ્લેટિનમ ટ્રસ્ટી,સરદારધામ અમદાવાદના ટ્રસ્ટી,સિદસર ઉમિયા માતાજી સંસ્થાના ટ્રસ્ટી,પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના ટ્રસ્ટી,ઉમાસંકુલ ધાંગધ્રાના ટ્રસ્ટી જેવી અનેક સંસ્થાઓને સેવાઓ આપી રહ્યા છે. તાજેતરમાં કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાના ટ્રસ્ટી તરીકે પણ વરણી કરવામાં આવી છે અને સાથે ૧૦૦૧ શ્રી ઉમિયા માતા ફોટો મંદિર કમિટીના ચેરમેનનું પદ પણ નિભાવી રહ્યા છે. ૨૦૧૯માં ઉઝામાં યોજાયેલા લક્ષચંડી મહાયજ્ઞની ઉછામણીમાં એક જ મિનિટમાં ચાર કરોડ જેટલી માતબર રકમ બોલીને મુખ્ય યજમાન બન્યા હતા.ગોવિંદભાઈ સમાજ સેવાના કાર્યો ઉપરાંત પણ સિરામીક ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ ખુબ નામના ધરાવે છે. સનહાર્ટ સિરામીક નામના ઉદ્યોગ હેઠળ અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે.તેમની કંપનીને અનેક ખ્યાતનામ એવોર્ડો પણ મળ્યા છે. મોરબીનું ગૌરવ ગણાતા ભામશા ગોવિંદભાઇ વરમોરનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિતે આગેવાનો, શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.