5 તાલુકાના મથકોમાં 125 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 129 કેસ મોરબી તાલુકામાં જિલ્લાના 75 ટકા કેસ મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 254 કેસ નોંધાયા છે. જો કે તેમાં એકલા મોરબી તાલુકાના જ 75 ટકા કેસ છે. સામે સારા સમાચાર પણ આવ્યા છે જિલ્લાના 318 દર્દીઓએ આજે કોરોનાને હરાવ્યો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1614 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 254 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંક્રમણના ફેલાવામાં ગ્રામ્ય વિસ્તાર શહેરોની સાઈડ કાપતું રહ્યું છે. 5 તાલુકા મથકોમાં 125 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 129 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક 1717 થયો છે. 25 જાન્યુઆરી, મંગળવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 76 મોરબી શહેર : 115 વાંકાનેર ગ્રામ્ય : 14 વાંકાનેર શહેર : 08 હળવદ ગ્રામ્ય : 11 હળવદ શહેર : 02 ટંકારા ગ્રામ્ય : 21 ટંકારા શહેર : 02 માળિયા ગ્રામ્ય : 07 માળિયા શહેર : 00 કુલ : 254 25 જાન્યુઆરી, મંગળવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 252 વાંકાનેર તાલુકા : 26 હળવદ તાલુકા : 08 ટંકારા તાલુકા : 26 માળિયા તાલુકા : 06 કુલ ડિસ્ચાર્જ : 318