મોરબી : મોરબીના સેવાભાવી તબીબ દ્વારા આગામી તા. 30 જાન્યુઆરીના રોજ લાતી પ્લોટ ૨/૩ ખાતે દાતાઓના સહયોગથી નિશુલ્ક નિદાન-સારવાર કેમ્પનનુ આયોજન કરાયું છે. મોરબીના સેવાભાવી ડો.ડો. હસ્તીબેન મહેતા દ્વારા બિપીનભાઈ વ્યાસ અને કાઉન્સિલર પ્રભુભાઈ ભૂતનાં સૌજન્યથી શિવ શક્તિ, લાતી પ્લોટ ૨/૩ મોરબી ખાતે ૭૨માં એકદિવસીય નિશુલ્ક નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે .કેમ્પમાં જરૂરતમંદ દર્દીઓને ડાયાબીટીસ તેમજ આંખના ટેસ્ટ કરી આપવા આવશે જેનો લાભ લેવા મોરબીવાસીઓને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.