કોરોના મહામારીને પગલે સીમિત આમંત્રિત મહેમાનો સાથે મામલતદારના હસ્તે ધ્વજવંદન ટંકારા : આગામી તા.26 જાન્યુઆરીના રોજ ટંકારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાશે.કોરોના મહામારીને પગલે સીમિત આમંત્રિત મહેમાનો સાથે મામલતદારના હસ્તે ધ્વજવંદન કરાશે તેમજ વર્ષ 2001મા ગોઝારો ધરતીકંપમાં મૃત્યુ પામનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાશે. 26 જાન્યુઆરી એટલે ભારતનો રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિન, ૨૬ જાન્યુઆરી ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો. આગામી તા.26 ના રોજ ટંકારા તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય તહેવાર પોલીસ મથકે પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે જેમા મામલતદાર નરેન્દ્ર શુક્લ ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવી સલામી આપશે ત્યારબાદ પરેડ નિરીક્ષણ અને સંબોધન કરી શ્રેષ્ઠ કાર્ય કરનારને સન્માનિત કરશે. કોરોના મહામારીને પગલે કાર્યક્રમમાં આમંત્રિત લોકોને જ પ્રવેશ અપાશે ઉપરાંત શાળા, કોલેજ, પંચાયત, ન્યાય મંદિર સહિતની જગ્યાએ ભારતની આન બાન અને શાન તિરંગો લહેરાશે.