મોરબી : નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા આજરોજ સુભાષાયાત્રા યોજાઈ હતી. આ સુભાષયાત્રા મોરબી શહેરના રવાપર રોડ અને શનાળા રોડ પર કાઢવામાં આવી હતી. જે પ્રતિમાની સ્થાપના માટે ક્રાંતિકારી સેનાએ 23 જાન્યુઆરી નક્કી કરી હતી. પણ અમુક લોકોના વિરોધને કારણે કામ બંધ રહ્યું હતું. જેથી ક્રાંતિકારી સેનાએ લોકોમાં દેશભક્તિનો વિચાર આવે અને ક્રાંતિકારીઓ માટે પ્રેમ જાગે તે માટે લોકોને સમજાવી સારા કાર્યોનો વિરોધ ન કરવા સંદેશ આપ્યો હતો.સાથે સાથે નેતાજી વિશે માહિતી પણ આપી હતી.