માળિયાના વર્ષામેડી ગામે બિમારીને કારણે ઉડવામાં અસમર્થ બન્ને કુંજ પક્ષીને સારવાર માટે અમદાવાદ ખસેડાયા મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા માળીયા તાલુકાના વર્ષામેડી ગામે બે યાયાવર પક્ષી કુંજ બીમાર પડી જવાથી ઉડવામાં અસમર્થ બનતા જરૂરી સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. મોરબી શહેર - જિલ્લામાં જીવદયા ક્ષેત્રે કામ કરતા કર્તવ્ય જીવદયા કેન્દ્રને માહિતી મળી હતી કે માળીયા તાલુકામાં વર્ષામેડી ગામે બે કુંજ પક્ષી બીમાર પડ્યા છે. જેથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા બન્ને વિદેશી મહેમાન એવા પક્ષીઓની સારવાર કરવા ટીમને વર્ષામેડી ગામે મોકલી હતી. જો કે આ વિદેશી મહેમાન એવા કુંજ પક્ષી બીમારી સબબ ઉડવા અસમર્થ હોવાથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા બન્ને પક્ષીને અમદાવાદ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે વધુ સારવાર માટે મોકલી બન્ને યાયાવર પક્ષીનો જીવ બચાવ્યો હતો.