5 તાલુકાના મથકોમાં 134 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 133 કેસ મોરબી તાલુકામાં જિલ્લાના 65 ટકા કેસ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં કોરોનાના નવા 267 કેસ નોંધાયા છે. જો કે તેમાં એકલા મોરબી તાલુકાના જ 65 ટકા કેસ છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1635 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 267 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 181 લોકો સાજા પણ થયા છે. સંક્રમણના ફેલાવામાં ગ્રામ્ય વિસ્તારે શહેરોની સાઈડ કાપી છે. 5 તાલુકા મથકોમાં 133 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 134 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક 1781 થયો છે. 24 જાન્યુઆરી, સોમવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 71 મોરબી શહેર : 105 વાંકાનેર ગ્રામ્ય : 14 વાંકાનેર શહેર : 14 હળવદ ગ્રામ્ય : 15 હળવદ શહેર : 14 ટંકારા ગ્રામ્ય : 26 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 08 માળિયા શહેર : 00 કુલ : 267 24 જાન્યુઆરી, સોમવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 133 વાંકાનેર તાલુકા : 10 હળવદ તાલુકા : 04 ટંકારા તાલુકા : 24 માળિયા તાલુકા : 10 કુલ ડિસ્ચાર્જ : 181