લક્ષ્મીનગર નજીક બનેલ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે મોરબી : મોરબીમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં મોરબી માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે વ્યક્તિના મૃત્યુ નિપજયા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીક પુલ પાસે ભરડીયા નજીક બંધ પડેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા સવારામભાઈ ઉ.35 નામના વ્યક્તિનું મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે અને અન્ય વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયોસો ચાલી રહ્યા છે. અકસ્માતની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો છે અને ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરવાની સાથે અકસ્માતમાં મૃત્યુ પામનાર અન્ય વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.