મોરબી : મોરબીના કારીયા પરિવાર દ્વારા સ્વજનના સ્મણાર્થે એક દિવસીય નિદાન કેમ્પનું આયોજન અને ત્રી-દિવસીય ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.દર્દીઓને તપાસી દવા આપવામાં આવી હતી.તથા આંખની તપાસ અને ફ્રી બ્લડ સુગર ચેક અપ કરવામાં આવ્યું હતું. મોરબીના પ્રવિણભાઈ (ઘોઘુભાઈ) કારીયા દ્વારા તેમના હેમકુંવરબેન (ખોડીયાર મઢુલી) ધીરજલાલ કારીયાની પુનિત યાદમાં એક દિવસીય નિદાન કેમ્પ તેમજ ત્રી-દિવસીય ફ્રી સારવાર કેમ્પનું આયોજન પૂજન હાઇટસ,દાઉદી પ્લોટ,રાષ્ટ્રીય શાળા સામેની શેરીમાં સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ આયોજન કરવામાં આવેલ હતું.જેમાં 150 જેટલા દર્દીને ડો.હસ્તીબેને તપાસીને દવા આપેલ હતી.તેમજ ડૉ.સુરેશભાઈ કાલરીયા દ્વારા આંખની તપાસ કરેલ હતી. ડો.હાર્દિક જેશવાણી તથા સહદેવસિંહ ઝાલાના આર્થિક સહયોગથી ફ્રી બ્લડ સુગર ચેક કરી આપેલ હતા.તથા કેતન મેહતાએ દર્દીનું બીપી માપી આપેલ હતું. કૌશિકા રાવલે દરેક દર્દીનું વજન કરીને કેસ કાઢેલ હતા.આ કેમ્પને સફળ બનાવવા દાતા પરિવારના સભ્યોએ રુચિર અને ગૌરવ કારીયા તથા ચંદ્રલેખાબેન,રશ્મિભાઈ,જીગર ભટ્ટે જહેમત ઉઠાવી હતી. એક નાના બાળકે પણ કેમ્પના કાર્યમાં સહાય કરેલ હોય જેનું સન્માન કરવામાં આવેલ હતું.