ફરી વખત કોરોનાના પગપેસરાથી પોલીસ બેડામાં ફફડાટ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ત્રીજી ઇનિંગમાં હવે સરકારી બાબુઓ બાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં પાંચ અધિકારીઓ સહિત 35 પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ફરી વખત કોરોનાના પગપેસરાથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. મોરબી જિલ્લામાં જ્યારથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે. ત્યારથી કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હમણાંથી તો કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધતા દરરોજ 200થી 300 ની આસપાસ કેસો નોંધાઈ છે. કોરોનાની આ હરણફાળ સામે લોકોની સલામતી અને સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ સ્ટાફ પણ બચી શકયા નથી.જેમાં મોરબી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં એક પીઆઇ, ચાર પીએસઆઇ સહિત 35 પોલીસ કર્મચારીઓ કોરોનાના શિકાર બન્યા છે. એટલે કોરોના પોલીસ બેડામાં પણ હાવી થઈ રહ્યો છે. જો કે આ ત્રીજી લહેરમાં ઘણા લોકો વેક્સીનથી સુરક્ષિત હોય એમને ચેપ લાગવા છતાંય તાવ, શરદી અને ઉધરસ જેવા સામાન્ય લક્ષણો હોવાથી ઘરે જ સારવાર લઈ રહ્યા છે. આ બાબત ત્રીજી લહેરમાં રાહતજનક છે.