સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિતે બ્લડની બોટલો એકત્ર કરાઈ મોરબી : મોરબી શહેર યુવા ભાજપ મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિતે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ નિમિતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા મોરચા દ્વારા સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં બ્લડની બોટલો એકત્ર કરવામાં આવી હતી.આ તકે મોરબી શહેર યુવા ભાજપ મોરચાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.