હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામેથી રૂપિયા 45 હજારની કિંમતનું હોન્ડા અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં ચરાડવા ગામે રહી કલરકામ કરતા યોગેશકુમાર નત્થુસિંગનું કાળા કલરનું 45 હજારની કિંમતનું હોન્ડા મોટર સાયકલ અજાણ્યા તસ્કરો ઉઠાવી જતા આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.