ખુદ એસપી અને ડીવાયએસપી મેદાને ઉતારશે, રાત્રે 10 પછી કામ સિવાય નિકળનાર સામે થશે કાર્યવાહી મોરબી : રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ કોરોના વકર્યો હોવાથી સંક્રમણને કાબુમાં લેવા રાજ્ય સરકાર દ્વારા આજથી મોરબી અને વાંકાનેરમાં રાત્રી કર્ફયુ લાગુ કરવામાં આવ્યો છે. આથી મોરબી-વાંકાનેરમાં રાત્રી કર્ફયુંના અમલ માટે આજથી 300 વધુ પોલીસનો સ્ટાફ ખડેપગે રહેશે. ખુદ એસપી અને ડીવાયએસપી મેદાને ઉતારશે, રાત્રે 10 પછી કામ સિવાય નિકળનાર સામે કાર્યવાહી કરાશે. મોરબી અને વાંકાનેરમાં આજથી રાત્રી કર્ફયુના કડક અમલ પોલીસ ફરી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે અને ફરીથી રાત્રી કર્ફયુની કડક અમલવારી માટે પોલીસ એકડો ઘૂંટયો છે. જેમાં વાંકાનેર શહેર માટે રાત્રી કર્ફયુના અમલ માટે 125નો પોલીસ સ્ટાફ અને મોરબી શહેર માટે 200 થી વધુ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત એસપી તેમજ ત્રણ ડીવાયએસપી રાઉન્ડ ધી કલોક પેટ્રોલીગ કરશે. આથી પોલીસ અપીલ કરી છે કે, મોરબી અને વાંકાનેર શહેરના લોકોને રાત્રે 10 પછી કામ અગત્યના સિવાય બહાર ન નીકળવું અને જો રાત્રે 10 પછી કામ સિવાય કોઈ આંટાફેરા કરતા દેખાશે તો પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે. મોરબી શહેરમાં રાત્રી કર્ફયુની ચુસ્ત અમલવારી માટે ત્રાજપર ચોકડી, માળીયા ફાટક પાસે ઉમિયા સર્કલ, રવપાર ચોકડી અને શનાળા ગામ , વીસી ફાટક પાસે, કુબેર સિનેમા પાસે બેરીકેટેડ ગોઠવવામાં આવશે. આ સ્થળેથી કામ સિવાય નિકળનાર લોકોને અટકાવીને કાર્યવાહી કરાશે. આમ ફરી રાત્રી કર્ફયુ લાગુ થતા તેના અમલ માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.