મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામે પિતાએ યુવાનને ખેતીકામ કરવા બાબતે ઠપકો આપતા લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા શૈલેશભાઇ ગોરધનભાઇ થરેશા, ઉ.૨૮નામના યુવાને પોતાની વાડીએ કોઇપણ કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને તેના પિતાએ ખેતીકામ બાબતે ઠપકો આપતા લાગી આવતા આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.