મોરબી : મોરબીમાં જાહેર માર્ગો ઉપર ખડકાયેલાં હોર્ડિંગ્સ મામલે તંત્ર ઉપર માછલાં ઘોવાયા છે. જેમાં થોડા દિવસો અગાઉ હોર્ડિંગ્સ હટાવી દીધા બાદ ફરી મૂળ જગ્યાએ હોડીગ્સ લાગી જતા હવે આ મુદ્દે નગરપાલિકાની અધર ટેક્ષના ચેરમેન મેદાને આવ્યા છે અને સામાકાંઠે નગરપાલિકાની ટીમો દોડાવી ગેરકાયદેસર હોર્ડિંગ્સ ઉતરાવ્યા છે. મોરબીમાં વર્ષોથી જાહેર કે ખાનગી મિલ્કત જ્યાં જુઓ ત્યાં ગેરકાયદે હોર્ડિંગ્સ ખડકાયા છે.ત્યારે થોડા સમય પહેલા મોરબી નગરપાલિકા તંત્રએ આવા ગેરકાયદે હોર્ડિંગ્સ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી હતી અને ઠેક ઠેકાણે ગેરકાયદે હોડીગ્સ હટાવી દીધા હતા. પરંતુ હોર્ડિંગ્સના માલિકો જાણે તંત્રને રોક સકો તો રોક લો નો પડકાર ફેંકતા હોય એમ જે જે સ્થળે તંત્રએ હોડીગ્સ ઉતરાવ્યાં હતા. તે તે સ્થળે ફરી હોડીગ્સ લગાવી દીધા હતા. આવી રીતે મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ રોડ ઉપર ફરીથી હોર્ડિંગ્સ લગાવી દેવાયા હતા. આ ગંભીર બાબત ધ્યાને આવતા નગરપાલિકાની અધર ટેક્સ કમિટીના ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાએ તાત્કાલિક પાલિકાની ટીમો દોડાવી સામાકાંઠે એલ,ઇ.કોલેજ રોડ પર ફરી લગાવેલા હોડીગ્સ ઉતરાવી લીધા હતા અને આવા ગેરકાયદે હોડીગ્સ સામે અવિરતપણે કડક કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..