હળવદ : હળવદ શહેર પોલીસ લાઈન નજીક આરપીપી સ્કૂલ સામે રહેતો માતાપિતાની છત્રછાયા ગુમાવનાર 32 વર્ષીય યુવાન ગુમ થયો છે. હાલ પરિવારજનો દ્વારા હળવદ પોલીસ મથકમાં જાણવાજોગ અરજી આપી શોધખોળ કરી રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ આરપીપી સ્કૂલ સામે રહેતા ઈમરાનભાઈ સુલતાનભાઈ ઉંમર વર્ષ ૩૨ તેઓના ઘરેથી ચાર દિવસ પહેલા ગુમ થઈ ગયા છે. જે અંગેની જાણ તેઓના સગા- સંબંધીઓનાને થતા તેઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. વધુમાં ગુમ થયેલ ઇમરાનભાઈના મામાના દીકરા ઇરફાનભાઇએ આ અંગે જાણવા જોગ અરજી હળવદ પોલીસમાં આપી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે ઈમરાનભાઈના માતા-પિતાનું અવસાન થયેલ હોય જેથી તેઓના ઘરે એકલા જ રહેતા હતા અને ચાર દિવસથી ગુમ થઈ ગયા છે. જેથી જો કોઈને ક્યાં જોવા મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા તો મોબાઈલ નંબર-9925735922/9825521066 ઉપર જાણ કરવા જણાવાયું છે.