લોકો દ્વારા ખનીજચોરી અટકાવતા કોઈ જાનહાની થશે તો ખનિજવિભાગની જવાબદારી મોરબી : મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાંથી થતી બેફામ રેતીચોરી બંધ કરાવવા માનસર ગામના સરપંચે ખાણખનીજ વિભાગમાં રજૂઆત કરી છે.ખાણ ખનીજ વિભાગનું કામ રેતીચોરી બંધ કરવાનું છે પરંતુ આ કામ ગામલોકો કરે છે.ગ્રામજનો દ્વારા ખનીજચોરી અટકાવતા કોઈ અણબનાવ બનશે તો તેના જવાબદાર ખાણખનીજ વિભાગ ગણાશે તેવું જાહેર કર્યું છે. મોરબી તાલુકાના માનસર ગામે છેલ્લા ઘણા સમયથી મચ્છુ નદીમાંથી રેતીની ખનીજ ચોરી કરવામાં આવે છે.આ રેત ખનીજ ચોરી અટકાવવા માનસરના સરપંચે ખાણખનીજ વિભાગમાં રજૂઆત કરી છે કે જે માનસર મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલ ચેકડેમના આગળના ભાગમાં વનાળિયા તરફ દિવસ-રાત લોડર મશીનથી ચોરી કરવામાં આવે છે.અગાઉ ગામલોકોએ 1 લોડર મશીન પકડી ખાણખનીજ વિભાગને સોપેલ હતું.ખાણખનીજ વિભાગનું કામ ગામલોકોને કરવું પડે છે.ગામલોકો ખનીજ ચોરી બંધ કરાવવા જતા ખનીજ માફિયા સાથે તકરાર થાય છે.ખાણખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી બંધ કરાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આ ખનીજ ચોરી અટકાવવા જતા કોઈ તકરાર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ખાણખનીજ વિભાગ મોરબીની રહેશે તેવું જાહેર કર્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..