ટંકારા:ટંકારા તાલુકા પંચાયતના સદસ્યા દ્વારા આજરોજ નવા સજનપર ગામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ટંકારા તાલુકા પંચાયતના સદસ્યા મનીષાબેન રાજેશભાઈ કોરડીયા દ્વારા નવા સજનપર ગામે વર્ષો જૂની અડચણરૂપ વસ્તુઓ તેમજ બાવળ હટાવીને સફાઈ કરવામાં આવી હતી.સઘન સફાઇ કરવામાં આવતા ગ્રામજનોની સમસ્યા દૂર થઈ હતી. આથી આ સ્વચ્છતા અભિયાન બાદ ગ્રામજનોએ મનિષાબેન કોરડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..