વાંકાનેર : વાંકાનેર ભલગામ પાસે આવેલ આદિત્ય સ્ટીલ રોલીંગ મીલ નામની ફેકટરીમાં કામ કરતા કરણભાઇ સુખદેવભાઇ ઇવ નામના શ્રમિકને કંપનીના ક્વાર્ટર નજીક સાપ કરડી જતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.