મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર સોખડા ગામના પાટિયા નજીકે ઝેન એસ્ટિલો કારના ચાલકે બાઈક સવાર દંપતીને ઠોકરે ચડાવતા બન્નેને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર સોખડા ગામના પાટિયા નજીક બાઈક લઈને જઈ રહેલા મોરબી નજરબાગ સામે ગાંધી સોસાયટીમાં રહેતા મનસુખભાઇ નથુભાઇ મકવાણા અને તેમના પત્ની ગૌરીબેન મનસુખભાઇને ઝેન એસ્ટિલો નંબર GJ-03-CR-6180ના ચાલકે ઠોકરે ચડાવતા ગૌરીબેનને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા પહોંચી હતી જયારે મનસુખભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે મનસુખભાઈની ફરિયાદને આધારે કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ વી એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.