ટંકારા : મોરબી - રાજકોટ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે આજે મીતાણા ચોકડી પાસેથી પસાર થતું કન્ટેનર પલટી મારી ગયું હતું. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ - મોરબી રોડ ઉપર રાજકોટથી કચ્છ તરફ જઈ રહેલું કન્ટેનર મીતાણા ચોકડી નજીક પહોંચ્યું ત્યારે કોઈ કારણોસર કન્ટેનર પલટી મારી ગયું હતું. જે અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ટંકારા પીએસઆઈ રાણા સહિતની ટીમે ક્રેન વડે કન્ટેનર હટાવવાની કામગીરી કરી હતી. જો કે, અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હોવાનું હાલ જાણવા મળે છે.