મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ અઠવાડિયાના અંતભાગમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જેથી ખેડૂતોને સતર્ક રહેવા તંત્રએ અપીલ કરી છે. ખેડૂતોને પરિપકવ થયેલ પાકની કાપણી અને લણણીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી સુરક્ષિત જગ્યાએ રાખવા તથા શકય હોય તો પાક ને પિયત/ખાતર આપવાનું અને દવા છાંટવાનું ટાળવા જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.