ફાયર બ્રિગ્રેડની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચીને સમયસર આગને બુઝાવી નાખી મોરબી : મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુના બંધ મકાનમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચીને સમયસર આગને બુઝાવી નાખી હતી. આગની ઘટનાની મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની મેઈન બજાર ગાંધીબાગની સામે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુના પડતર મકાનમાં આજે સવારે 7 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ લાગી હતી અને આગે થોડીવારમાં આ બંધ મકાનને ઝપટમાં લઇ લીધું હતું. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને થોડીવારમાં જ આગને બુઝાવી નાખી હતી. આ બંધ મકાનની આસપાસ રહેણાંક વિસ્તાર અને બજાર વિસ્તાર પણ આવેલો છે. જો કે ફાયર બ્રિગ્રેડની ટીમે સમયસર આગને બુઝાવી નાખતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.