ટંકારાના મિતાણા નજીક પ્રોઇડેન્ટ પોલીપેક કારખાનામાં બનેલી ઘટના ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ પોલીપેક કારખાનામાં કામ કરતી વેળાએ વીજતારને અડકી જતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના જાબવા જિલ્લાના સાત ઉમરા ગામના વતની અને હાલમાં ટંકારાના મિતાણા ગામ નજીક આવેલ પ્રોઇડેન્ટ પોલીપેક કારખાનામાં કામ કરતા કમો ધોલસીંગ ભુરીયા, ઉ.૨૫ કારખાનામાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે વીજળીના તારને અડકી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.